પૃષ્ઠો

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

આગામી સપ્તાહથી શાળાઓમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા .....


સત્રાંત પરિક્ષા સમાચાર  ... ..

 રાજ્યના શિક્ષણબોર્ડ દ્વારા નવરાત્રિ પહેલા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણબોર્ડના કેલેન્ડર અનુસાર શાળાના ધો. ૧ થી ૧૦ના છાત્રો આગામી સપ્તાહથી શરૂ થનારી કસોટી આપશે. જ્યારે ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ઓકટોમ્બર મહિનામાં બોર્ડ દ્વારા લેવાશે. ખાનગી તેમજ સરકારી શાળાઓમાં પરીક્ષાનું કાઉનડાઉન શરૂ થઇ ચૂકયું છે. શહેરના અમુક શાળાઓ દર સપ્તાહે પરીક્ષાનું આયોજન કરે છે. નવરાત્રિ પહેલા પરીક્ષાઓ પૂરી થતા છાત્રો કોઇપણ પ્રકારની ચિંતા વગર નવરાત્રિનો આનંદ માણી શકશે. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટનું મૂલ્યાંકન કરવામાં આવશે. ખાનગી અને સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કોર્સ પૂરો કરવા મથી પડ્યા છે...by ગણપત ડાભાની 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો