પૃષ્ઠો

ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013

BAOU મા પ્રવેશ જાહેરાત.....વર્શ ૨૦૧૩-૧૪ ના અભયાસક્રમ મુજબ......


07/12/2013 તાલીમ આયોજન ....


શિક્ષકોને ઉચ્‍ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી.....

શિક્ષકોને ઉચ્‍ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી
સરકારના નિર્ણયને કારણે જુના શિક્ષકોને અન્‍યાય : સરકારના નિર્ણયથી શિક્ષકોમાં તર્ક વિતર્કોનો દોરઃ નાણાં વિભાગના ઠરાવ વિના શિક્ષકોના પગાર ધોરણ અટવાયા

અમદાવાદ, તા.૦૪,વર્ષ ૨૦૧૦ પહેલાં જુના નિયમો મુજબ ભરતી થયેલી પ્રાથમિક શિક્ષકોને ઉચ્‍ચતર માધ્‍યમિક ધોરણની પાત્રતા અંગે રાજ્‍ય સરકાર એચ-ટાટ પરીક્ષાનો ફતવો આગળ ધર્યો છે. અગાઉ ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ૯,૨૦ અને ૩૧ વર્ષ ઉચ્‍ચતર પગાર ધોરણની જોગવાઈ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા સહાયક નિરીક્ષકને લેખીતમાં પત્ર પાઠવ્‍યો હોવા છતાં નાણાં વિભાગના ઠરાવ વિના સેંકડો પ્રાથમિક શિક્ષકોના ઉચ્‍ચતર પગાર ધોરણ અટવાયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી થયેલા તમામ પ્રાથમિક શિક્ષકોએ એચ-ટાટ પરીક્ષા આપવા સંદર્ભે રાજ્‍ય સરકારે કોઈ જોગવાઈ કરી ન હતી. આ અંગેની સુચના કે પરીપત્ર ન હોવા છતાં જુના નિયમો મુજબ ભરતી પ્રાથમિક શિક્ષકોને ઉચ્‍ચતર પગાર ધોરણની પાત્રતામાંથી બાકાત રાખવાનો રાજ્‍ય સરકારે ફળવો બહાર પાડયો છે. ઉલ્લેખનીય છે કે સરકારના નાણાં વિભાગે ૧૬ ઓગસ્‍ટ ૧૯૯૪ના રોજ એમ ઠરાવ કર્યો હતો જે મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોનો ૯, ૨૦ અને ૩૧ વર્ષે ઉચ્‍ચતર પગાર ધોરણ આપવાની યોજના અમલમાં મુકી હતી. તે સમયે શિક્ષકો માટે કોઈ ખાતાકીય પરીક્ષા નિયત થયેલ ન હતી. ત્‍યારબાદ રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરાયેલા સુધારા મુજબ મુખ્‍ય શિક્ષક તરીકે એચ-ટાટ પરીક્ષા પાસ ઉમેદવારોને સીધી ભરતી બઢતીની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત એચ-ટાટની પરીક્ષા આપવા માટે સ્‍નાતકની લાયકાત ફરજીયાત બનાવવામાં આવી છે. એટલે વર્ષ ૨૦૧૦ બાદથી આ નિયમો મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૧૦ અગાઉ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ન્‍યુનત્તમ લાયકાત સેકન્‍ડરી શિક્ષણ સાથે પીટીસી, સીપીએડ, એટીડી કે સંગીત વિશારદ રાખવામાં આવી હતી. અને વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી પામેલ તમામ શિક્ષકો આ લાયકાત ધરાવતા છે. જેઓ પણ ઉચ્‍ચ પગાર ધોરણ મેળવવા માટે હક્કદાર છે. આ તમામ વિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતીએ સહાયક નિરીક્ષકોને લેખીતમાં પગાર ધોરણ આપવાની સુચના આપી છે તેમ છતાં રાજ્‍ય સરકારે પોતાના ફતવાનો અમલ ચાલુ રાખ્‍યો છે પરીણામે હજારો શિક્ષકો ઉચ્‍ચતર પગાર ધોરણથી વંચિત રહેવા પામ્‍યા છે.