પૃષ્ઠો

બુધવાર, 21 ઑગસ્ટ, 2013

સરકારી કર્મીના મોતથી જોબ માટે કુટુંબને હક્ક મળતો નથી....SUPRIM COURT OF INDIA..

સુપ્રીમ કોર્ટનું મહત્‍વપૂર્ણ તારણ : જો સંબંધિત સત્તાને પરિવાર મુશ્‍કેલીમાં છે તેમ લાગે તો કુટુંબના યોગ્‍ય વ્‍યક્‍તિને નોકરી મળવી જોઈએ : સુપ્રીમ
   નવીદિલ્‍હી,તા. ૨૦,સુપ્રીમ કોર્ટે એક મહત્‍વપૂર્ણ અને દૂરદર્શી ચુકાદો આપ્‍યો છે. જેના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે ઠેરવ્‍યુ છે કે સરકારી કર્મચારીના મોતની સ્‍થિતિમાં સમગ્ર પરિવાર નોકરી માટે હકદાર નથી. સુપ્રીમે એમ પણ ઠેરવ્‍યુ છે કે સરકારી કર્મચારીના કુદરતી મોતની સ્‍થિતિમાં પરિવાર વળતર રોજગારીના દાવા માટે હક્ક ધરાવતું નથી. નોકરીની માંગ કરતી વ્‍યક્‍તિની હોદ્દા માટે લાયકાત છેકે કેમતેની પણ ચકાસણી થવી જોઈએ. જસ્‍ટિસ બેએસ ચૌહાણ અને એસએ બોબડેની બનેલી બેંચે ઠેરવ્‍યુ હતુ કે સંબંધિત સત્તાએ મળત્‍યુ પામેલી વ્‍યક્‍તિના પરિવારની નાણાંકીય સ્‍થિતિની ચકાસણી કરવી જોઈએ અને જો પરિવારની સ્‍થિતિ કટોકટીવાળી હોય તો આવી સ્‍થિતિમાં પરિવારના કોઈ લાયક સભ્‍યને જ નોકરીની ઓફર થવી જોઈએ. સરકારી કર્મચારીના માત્ર મોતની સ્‍થિતિમાં જ રોજગારી મેળવવાનો હક્ક પરિવારને મળી જતો નથી. સંબંધિત સત્તાવાળાઓએ પરિવારની નાણાંકીય સ્‍થિતિની ચકાસણી કરવી જોઈએ. જો લાગે તો જ નોકરી આપવી જોઈએ. કટોકટીને સરકારી કર્મચારીના મોત બાદ પહોંચી શકવાની સ્‍થિતિ નથી તેવી સ્‍થિતિમાં મદદ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એનજીબી ગ્રામિણ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજુરી આપતી વેળા બેંચે આ ચુકાદો આપ્‍યો હતો. આ અરજીમાં રાજસ્‍થાન હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્‍યો હતો. જેમાં મળત્‍યુ પામેલા બેંક કર્મચારીના પુત્ર ચક્રવર્તીસિંહની વળતર કર્મચારીની સ્‍કીમ હેઠળ નિમણૂંક કરવા કહેવામાં આવ્‍યુ હતુ. બેંકમાં ક્‍લાસ - ૩ના કર્મચારી તરીકે કામ કરતા સિંહના પિતાનું ૧૯મી એપ્રિલ ૨૦૦૬ના દિવસે અવસાન થયુ હતુ. સિંહે ૧૨મી મે ૨૦૦૬ના દિવસે નિમણૂંક  માટે અરજી કરી હતી. બેંચે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દેતા કહ્યુ હતુકે સિંગલ જજ અને ડિવિજન બેંચ દ્વારા આપવામાંઆવેલા કારણો કાયદાની દૃષ્ટિએ યોગ્‍ય નથી. નિમણૂંકો ખૂબજ સાવધાનીપૂર્વક થવી જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો