પૃષ્ઠો

રવિવાર, 6 ઑક્ટોબર, 2013

lLAGHUMATI SCHOOLS MATE TAT CANCEL KARTI HIGH COURT...

જયમાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજિયાત હોવા અંગે સરકારે કરેલા પરિપત્રમાં લઘુમતી કોમની શાળાઓ તેમજ લઘુમતી ભાષાઓની શાળાઓને પણ આવરી લેવામાં આવી હતી. જે સામે થયેલી રિટમાં હાઇકોર્ટે આજે સરકારના પરિપત્રને અયોગ્ય લેખાવી તે રદ જાહેર કર્યો હતો. રાજય સરકારે એક પરીપત્ર કરી તમામ લઘુમતી કોમ અને લઘુમતી ભાષાની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ (ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી. જે બાબતને ગુજરાત માયનોરીટી સ્કુલ એસોસીએશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, લઘુમતી શાળાઓનું માળખું અલગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે રાજયમાં લઘુમતી ભાષાને લગતી શાળાઓનું પણ માળખુ અલગ બનાવવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોની ભરતી માટે ટાટને લાગુ કરી શકાય નહી. તમામ દલીલો ધ્યાને લઇ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે લઘુમતી શાળાઓમાં ટાટને ફરજીયાત કરતા રાજય સરકારના પરીપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેમજ ખંડપીઠે નોંધ્યું હતુંકે શિક્ષકોની ભરતી બાબતે સ્પષ્ટ જોગવાઇઓ છે ત્યારે ટાટને લાગુ કરવું યોગ્ય નથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો