પૃષ્ઠો

સોમવાર, 19 ઑગસ્ટ, 2013

રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.....


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની વિવિધ રમતોની સ્પોર્ટસ હોસ્ટેલોમાં ખેલાડીઓને પ્રવેશ આપવા માટે તાલુકા અને જિલ્લાકક્ષાની પ્રવેશ કસોટીઓનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, જિ.બનાસકાંઠાની કચેરી ધ્વારા ચાલુ વર્ષે તાલુકા વાઇઝ નીચેના કાર્યક્રમ મુજબ યોજાશે. આ કસોટીમાં તાલુકા/જિલ્લાકક્ષાએ ઉંચાઇ, વજન, ૩૦ મી.ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મી.દોડ, મેડીસીન બોલ પુટ, ૬X૧૦ શટલ રન જેવી કસોટીઓ લેવામાં આવશે. આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છતા એથ્લેટીક્સ, બાસ્કેટ બોલ, વોલીબોલ, હેન્ડબોલ, હોકી, કુસ્તી, જીમ્નાસ્ટીક્સ, ટેબલટેનિસ, કબડ્ડી, ખો-ખો રમતોના પ્રતિભાશાળી ૮ થી ૧૪ (ઉમરની ગણતરી ૩૧/૫/૧૪ ના ગણતા) વર્ષના ખેલાડીઓએ શાળાના લેટર પેડ ઉપર જન્મ તારીખના આધાર પુરાવા સાથે તાલુકા વાઇઝ યોજાનાર નીચે મુજબના કાર્યક્રમમાં તારીખ અને સ્થળે સવારે ૯ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ક્રમ તાલુકો તારીખ કસોટીનું સ્થળ
૧ વાવ ૩૦/૮/૧૩ શ્રી આનંદ પ્રકાશ વ્યાયામ શાળા,વાવ, તા.વાવ
૨ થર...ાદ ૩૧/૮/૧૩ શ્રી વીર ભગતસિંહ હાઇસ્કુલ, ભોરડું તા. થરાદ
૩ દિયોદર ૨/૯/૧૩ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર તા. દિયોદર
૪ કાંકરેજ ૩/૯/૧૩ શ્રી ઓગડ વિધામંદિર, થરા તા.કાંકરેજ
૫ ડીસા ૪/૯/૧૩ શ્રી સરસ્વતી હાઇસ્કુલ, નાની આખોલ તા.ડીસા
૬ ધાનેરા ૫/૯/૧૩ શ્રી ડી.બી.પારેખ હાઇસ્કુલ, ધાનેરા તા. ધાનેરા
૭ દાંતીવાડા ૬/૯/૧૩ શ્રી સરદાર કૃષિનગર વિધાલય, સરદાર કૃષિનગર
૮ ભાભર ૭/૯/૧૩ શ્રી એચ.વી.ચૌહાણ હાઇસ્કુલ, કુંવાળા તા.ભાભર
૯ પાલનપુર ૧૦/૯/૧૩ શ્રી એસ.કે.એમ. હાઇસ્કુલ કાણોદર તા.પાલનપુર
૧૦ અમીરગઢ ૧૧/૯/૧૩ શ્રી આર.આર.વિધાલય, અમીરગઢ તા. અમીરગઢ
૧૧ દાંતા ૧૨/૯/૧૩ શ્રી રાજમણી વિધાલય, સણાલી તા.દાંતા
૧૨ વડગામ ૧૩/૯/૧૩ શ્રી જી.જે.પટેલ વિધાલય, જલોતરા તા.વડગામ

’’જિલ્લાકક્ષાની કસોટીનો કાર્યક્રમ.’’
ક્રમ તારીખ સમય કસોટીનું સ્થળ
૧ ૧૬/૯/૨૦૧૩ ૧૦-૦૦ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ,મુ.તા. દિયોદર જિ.બનાસકાંઠા
See More
       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો